જાહેર નિવિદા

સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે ચાલતા એ.આર.ટી. સેન્ટર માટે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નીચે જણાવેલ સ્ટાફ્ની જગ્યા ફિક્સ પગાર ( ૧૧ માસ ) થી ભરવાની થાય છે. જે અંગેના ઓપન ઇન્ટરવ્યૂ તા.19/08/2019 ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તબીબી અધિક્ષકશ્રીની કચેરી. સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.19/08/2019 ના રોજ રેજીસ્ટ્રેશન માટે ઉકત જણાવેલ સ્થળે સવારના ૧૦-૦૦ કલાકે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારે તેઓની અરજી સાથે અસલ પ્રમાણપત્ર તેમજ તેની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે.